Welcome to our Website.... દરેક મેમ્બરે વેબસાઈટ ઉપર પોતાના પાસપોર્ટ સાઈઝનાજ ફોટા અપલોડ કરવા મોડેલીંગ નહીં

Our Rituals

Feedback On This Page View Page Feedback

સામાજિક - રીત-રિવાજોના નિયમો

 એક દીકરી...

 

માતા પિતાની લાડકવાયી એક દીકરી

કાળજાનો કટકો છતાં પરાઈ એક દીકરી

ક્યારેક પરી તો ક્યારેક ઢીંગલી

ક્યારેક મનના ટોડલે તો ટહુકતી કોયલ એક દીકરી

સંબંધોના સરવાળાને સાચવતા આવડે જેને

એવા બંને કુળનો ઉદ્ધાર કરતી એક દીકરી

જેને જોતા  દિલના દરિયામાં ભરતી આવે

એવી પૂનમની ચાંદની એક દીકરી

જેને ખાલીપો કોઈથી ભરાય ના

એવી સુખદુ:ખની સખી એક દીકરી

દીકરો ભલે પરણીને લઈ આવે વહુને

પણ  હોય તો કોકની એક દીકરી

ગૃહાસ્થાશ્રમમાં જેનો છે અમૂલ્ય ફાળો

 સમસ્ત સંસારની નારી એક દીકરી

કહેવાય છે કે પિતાનો અઢળક પ્રેમ અને

માતાનું નિર્મળ વ્હાલ...  ભેગું થાય અને

આકાશમાં જે હેલી ચડે ને તેની વાદળી બંધાય અને

જે આનંદ વરસે એનું નામ દીકરી

 

 

પાપાની લાડલીમાની છે જાન

દિલ નાદાન પણ કરે બધા માટે જાન કુરબાન

ભાઈઓની મુસ્કાનને પરિવારની શાન

 છે દિકરીની સાચી ઓળખાણ

માતા પિતાની આંખો આંસુથી બે  વખત છલકાય છે,

જ્યારે દિકરીઓ ઘર છોડે ત્યારે,

 

અને દિકરાઓ તરછોડે ત્યારે.......

 

 

·    છોકરા-છોકરીના જન્મ બાબતે.

.   બાળકની ખબર લેવા તથા રમાડવા જવું. તેમજ બાળકને સગાં-સંબંધીઓએ ૨૧/- રૂા. રોકડા આપવા પરંતુ તેની સામે પહેરામણી કરવી નહીં.

.   બાળકના જન્મ પ્રસંગે કુટુંબ પૂરતા પેંડા વહેંચવા વધુમાં વધુ (બે) કિલો.

.   છોકરા-છોકરીને ધાર્મિક સ્થળે તોલવાની પ્રથા રાખવી પણ લેવડ-દેવડ કરવી નહીં.

છોકરા છોકરીની બાબરી ઉતારવી પણ લેવડ-દેવડ કરવી નહીં.

બાળકના હોળીના જેમ પ્રસંગે ફોઈ તથા મામાના ઘરેથી ફક્ત રોકડમાં રૂા.૫૦૧-૦૦ આપવા.

 

·    લગ્ન - મામેરા - જીયાણા - શ્રીમંત તથા સામાજિક નિયમો બાબતે

.        લગ્ન કરનાર છોકરા-છોકરીએ સમૂહમાં ફરજીયાત લગ્ન કરવાં.

.        છોકરાનો ચાંલ્લો લગ્ન વખતે ચોરીમાં કરવાનો ફક્ત રૂા.૫૦૧-૦૦ સુધી તથા પહેરામણી કરવી નહીં.

.        લગ્ન વખતે બે દિવસ અગાઉ ગવડાવવું તેમાં મા-બાપે ફક્ત ગોળ તથા પતાસા વહેંચવાં તેમજ સગા સંબંધીઓએ ગાવા કે ગવડાવવા જવું નહીં.

.       લગ્ન પ્રસંગે પેટીમાં સાસુ સાડલો તથા વડ સાસુ સાડલો મુકવો.

.       લગ્ન પ્રસંગે સગા સંબંધી સાથે રોકડમાં વ્યવહાર કરવો.

.       લગ્ન પ્રસંગે વરઘોડો ના કાઢવા માટે છોકરાઓને મા-બાપે તથા સગા સંબંધીઓએ સમજાવવા પ્રયત્ન કરવો. ના સમજે તો સાદાઈથી દિવસે વરઘોડો કાઢવો.

.       લગ્ન પ્રસંગે લગ્ન ગીત ગાવા માટે કોઈ પાર્ટી બાલાવવી નહીં ફક્ત બહેનોએ જાતે ગાવું.

.       લગ્ન પ્રસંગે વરરાજાને ચાંલ્લો કરતી વખતે કોઈએ ઉંચા કરવા નહીં તથા ચોરીમાં કોઈએ સ્પ્રે લાવવો નહીં.

.       મા-માટલું લેવા જતી વખતે (પાંચ) કાચલી લઈ જવી તેમાં પોતાના કુટુંબીઓ સાથે જવું.

૧૦.     દહેજ માં વધુમાં વધુ પાંચ તોલા સોનું લાવવું.

૧૧.      લગ્ન પ્રસંગે વર-રાજાની મોજડી સંતાડવાના વધુમાં વધુ રૂા.૫૦૧-૦૦ આપવા.

૧૨.      કોઈપણ પ્રસંગે જમણવારમાં સાદા ભોજનની વ્યવસ્થા કરવી તથા પત્રિકા સાદી છપાવવી.

૧૩.      છોકરીનો સંબંધ કર્યા પછી તથા લગ્ન પહેલાં સાસરીમાં મોકલવી નહીં ફક્ત પ્રસંગને અનુરૂપ મોકલવી.

૧૪.     જાનમાં અને મામેરાના ઉતારા વખતે ઋતુ પ્રમાણે ચા અથવા શરબત પીવડાવવો.

૧૫.     જાનમાં કે મામેરામાં બેન્ડવાજુ લાવવું નહીં તથા મામેરૂ શક્ય હોય તો સ્થળ ઉપર આપવું તથા મામેરામાં પતાસા વહેંચવા નહીં.

૧૬.     છોકરીના લગ્ન પ્રસંગે વેવાઈ પાસે પતાસા મંગાવવા નહીં.

૧૭.     સંજોગો ના કારણસર ઘેર લગ્ન કરવાનાં થાય તો છોકરીના પિતાએ રૂા. ૨૧,૦૦૦/- તથા છોકરાના પિતાએ રૂા.૨૧,૦૦૦/- સમૂહલગ્ન પેટે દાન આપવાનું રહેશે.

૧૮.     છોકરીનો સંબંધ કર્યા પછી એક બીજાના ઘરે મળવા જવાનું પરંતુ સાડલા પહેરાવવા નહીં.

૧૯.     છોકરીના લગ્ન તથા જીયાણા પ્રસંગે વધુ મોંઘી સાડીઓ લાવવી નહીં.

૨૦.     વાયણા તથા શ્રીમંત વખતે પોતાના સગાભાઈ તથા તેમના છોકરાઓ સાથે રોકડમાં વ્યવહાર કરવો.

૨૧.      શ્રીમંત વખતે વહુને સાસરી પક્ષ તરફથી એક જોડી કપડાં આપવાનાં રહેશે તથા છોકરીના નજીકના એક સગાએ સાડલો પહેરાવવા બાકીના કોઈએ વ્યવહાર કરવો નહીં.

૨૨.      જીયાણા તથા મામેરામાં નજીકના સગાંને બોલાવવા તથા નજીકના સંબંધીઓને ચાંલ્લા કરાવવા.

૨૩.      જીયાણા આણા વખતે ફક્ત પેટીમાં સાસુનો સાડલો મૂકવો.

૨૪.     સાસુએ વહુ સાથે દિકરી જેવો સંબંધ રાખવો. જ્યારે વહુએ સાસુ સાથે મમ્મી જેવો સંબંધ રાખવો અને માતા-પિતાની સેવા કરવી.

૨૫.     બેસતા વર્ષના દિવસે ગામમાં તથા સગા સંબંધીને ભેગા થવા જવું પરંતુ કોઈપણ જાતની લેવડ કરવી નહીં.

૨૬.     સગા સંબંધીઓના ત્યાં ધાર્મિક પ્રસંગે જેવા કે જીવતચર્ચા, હોમ, હવન, નવચંડી, ગૃહ પ્રવેશ સમયે પોતાનો ભાઈ રૂા.૫૦૧/- તથા એક જોડી કપડાં આપી શકાશે. બીજા કોઈપણ સગા સંબંધીઓએ વ્યવહાર કરવો નહીં.

૨૭.     રક્ષાબંધન પ્રસંગે બહેન-ભાઈને રાખડી બાંધવા જશે તેની ભાઈ-બહેનને રોકડમાં લેવડ-દેવડ કરશે. બીજા કોઈને લેવડ-દેવડ કરવી નહીં.

૨૮.     ધોરણ ૧૦-૧૨ ના બાળકોને પરીક્ષા વખતે કોઈપણ જાતની ગીફટ સગા સંબંધીઓએ મોકલાવવી નહીં.

૨૯.     સમાજ જ્યારે મીટીંગ બોલાવે ત્યારે દરેક ભાઈ-બહેનોએ ફરજીયાત હાજર રહેવું.

૩૦.     સમાજના આર્થિક તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને આર્થિક રીતે સંપન્ન સમાજના વડીલોએ આર્થિક સહાય કરવી.

 

મરણ પછીના નિયમો:

.   મરણ પાછળ કોઈપણ જાતના ખોટા ખર્ચા કરવા નહીં.

.   મરણ વખતે બીસ્કીટ કે પતાસા વહેંચવા નહીં.

.   મરણ વખતે પિયરપક્ષે બધા ભાઈઓ ભેગામળીને એકજ સાડલો તથા ધોતી લાવવાં.

મરણ વખતે શોકના સાડલા બહેન તથા ફોઈને બદલાવવા.

મરણ વખતે અગ્નિ સંસ્કારમાં સગા સંબંધીઓએ જવું પણ રાત્રે બેસવા જવું નહીં. તથા સુતકના દિવસે લોકાચાર કરવો.

.   મરણ વખતે પોથી વાંચવા બેસાડેલ બ્રાહ્મણને રોકડા રૂા.૫૦૧-૦૦ નક્કી કરી આપવા, વધેલા બાકીના પૈસા ચકલાને દાણા નાખવામાં ઉપયોગ કરવો.

 

ઉપરના નિયમો સમાજના કુરિવાજો દૂર કરવા તથા વ્યવહારીક ખર્ચા ઓછા કરવા માટે દરેકેપોતાની ફરજ સમજીને તેનો અમલ કરવો બધાના હિતમાં છે. ઉપર લખેલ વ્યવહાર કરતાં વધારે વ્યવહાર કોઈએ કરવા નહીં ભંગ કરનાર સમાજનો ગુનેગાર ગણાશે.

 

નોંધ : સમાજ એક વ્યક્તિનો નથી, સમાજ દરેક વ્યક્તિનો છે તો દરેકે જાતે સમજવાનું રહ્યું. નિયમોના અમલની શરૂઆત દરેકે પોતાના ઘરેથી કરવી (ગઈ ગુજરી ભૂલી જવી)

આપના સાથ સહકારની અપેક્ષા.

સમાજની બહેનો

 

 

 

Website Designed and Developed By : Pioneer

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો